દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે "પૂર્વાંચલ એક્સપ્રેસ-વે" -સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટીએ સંપૂર્ણ જાણકારી
દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે "પૂર્વાંચલ એક્સપ્રેસ-વે"
☛આપણા દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે લખનઉથી ગાજીપુરની વચ્ચે બન્યો છે.☛આ સડક માર્ગ 341 કિલોમીટર લાંબો છે.
☛પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન તારીખ 16 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુલતાનપુરમાં કર્યું હતું.
☛આ એક્સપ્રેસ-વે બનાવવાનો ખર્ચ ૨૨૪૦૦ કરોડ રૂપિયા થયો હતો.
☛આ એક્સપ્રેસવેના માધ્યમથી બારાબંકી, અમેઠી, અયોધ્યા, આંબેડકરનગર, આજમગઢ અને મઉને લખનઉ અને ગાજીપુર સાથે જોડી દેવામાં આવ્યા છે.
☛આ એક્સપ્રેસ-વેના ઉદઘાટન માટે શ્રી નરેન્દ્ર મોદીએ વાયુસેનાના સુપર હરક્યુલસ વિમાનથી જ આ એક્સપ્રેસ-વે ઉપર લેન્ડિંગ કર્યું હતું.
☛પૂર્વાંચલ એક્સપ્રેસ-વે આપણા દેશનો ત્રીજો એવો એકસપ્રેસ-વે છે કે જેના પર ભારતીય વાયુસેનાના વિમાનોએ લેન્ડિંગ અને ટેક-ઑફ કર્યું છે.
☛વર્ષ 2015માં સૌ પ્રથમ વાર યમુના એક્સપ્રેસ-વે પર વાયુસેનાના વિમાનોએ લેન્ડિંગ કર્યું હતું. અને ત્યાર બાદ વર્ષ 2020માં આગરા-લખનઉ એકસપ્રેસ-વે પર લેન્ડિંગ કર્યું હતું.
☛નોંધનીય છે કે દિલ્લી-મુંબઈ એકસપ્રેસ-વે પૂર્ણ થયા બાદ દેશમાં સૌથી લાંબો એક્સપ્રેસ હોવાનો રેકોર્ડ તેમના નામે થઇ જશે.
☛1350 કિમી લાંબા આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે નું નિર્માણ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઇ જવાની શક્યતા છે.
☛આ ઉપરાંત મેરઠ-પ્રયાગરાજની વચ્ચે 594 કિમી લાંબા ગંગા એક્સપ્રેસ-વેનું નિર્માણ પણ 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
No comments