Most IMP Posts

Gujarat History Most IMP 600 Questions in PDF for Clerk, Talati, Police Constable Exam | Part-2~Gk Gujarati - Q 101 to 200

Hello Aspirants,

Welcome to Examguru

Here we are providing to you a PDF of Gujarat Hisotry Most Important 600 Questions (Gujarat no Sampurna Intihas Bhad-2, ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ, ભાગ-૨ પ્રશ્ન 101 થી 200) for class 3 exam. This video is special video for clerk, Talati and Constable Exam.
ગુજરાતનો સંપુર્ણ ઇતિહાસ - Gujarat History in Gujarati for all type of competitive examination, especially UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK Exam, Clerk, Police Constable, Talati etc. There are most important 600 Questions are in this Series of Gujarat History. This is Part 2 (Question 101 to 200) of this video series of History of Gujarat in Gujarati. There are 100 Most important questions of Gujarat History in Part -2 in Gujarati. We are covering ancient gujarat history, medieval gujarat history and modern Gujarat History.

In this PDF of Gujarat History

Coverage of -
1-Indus Civilisation in Gujarat

2- Maitrak dynasty

3-Chavda dynasty

4-Solanki dynasty

5-Vaghela

6-Other dynasty

7-Desi Rajavadas

8. Bhavnagar State

7-Gayakwad State

9. Navanagar State

10. Gondal State

11. Morbi State

12. Maha Gujarat Andolan

13. Arzi Hukumat

ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ વિડીયો શ્રેણીના આ ભાગ 2માં નીચે મુજબના પ્રશ્નો સમાવવામાં આવ્યા છે.

પ્રશ્ન:-101 ગુર્જર-પ્રતિહારોની સ્વતંત્ર સત્તાનો સ્થાપક કોણ હતો?
જવાબ:- નાગભટ્ટ પ્રથમ

પ્રશ્ન:-102 પ્રભાવશાળી રાજા મિહિરભોજ ક્યા વંશનો શાસક હતો?
જવાબ:- ગુર્જર-પ્રતિહાર

પ્રશ્ન:-103 ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાનો સ્થાપક કોણ હતો?
જવાબ:- દન્તિદુર્ગ

પ્રશ્ન:-104 રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? જવાબ:- માન્યખેટ

પ્રશ્ન:-105 વનરાજ ચાવડાના પિતા જયશિખરી ચાવડાનું રાજ્ય ક્યાં આવેલું હતું?
જવાબ:- પાટણના રાધનપુર પાસેના પંચાસરમાં

પ્રશ્ન:-106 પંચાસરમાં આવેલા જયશિખરી ચાવડાના રાજ્યનો અંત કોની સાથેના યુધ્ધથી થયો હતો?
જવાબ:- કન્નૌજ (કાન્યકુબ્જ)ના રાજા ભૂવડ

પ્રશ્ન:-107 વનરાજ ચાવડાને રાજ્ય ચલાવવા અંગેની યોગ્ય તાલીમ ક્યા જૈન આચાર્યએ આપી હતી?
જવાબ:- આચાર્ય શીલગુણસૂરિ

પ્રશ્ન:-108 વનરાજ ચાવડાને કન્નૌજના રાજા ભુવડ સાથેના યુધ્ધ કરવામાં કોણે મદદ કરી હતી?
જવાબ:- અણહિલ ભરવાડ, ચાપો વાણિયો અને મામા સુરપાળ

પ્રશ્ન:-109 વનરાજ ચાવડાને કન્નૌજના રાજા ભુવડ સાથે યુધ્ધમાં મદદ કરનાર ક્યા મીત્રના નામ પરથી પાટણનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું?
જવાબ:- અણહિલ ભરવાડ

પ્રશ્ન:-110 ક્યા શાસકોના શાસનકાળને ગુજરાતના ઈતિહાસમાં “સુવર્ણકાળ” માનવામાં આવે છે?
જવાબ:- સોલંકી વંશ

પ્રશ્ન:-111 મોઢેરાનું સૂર્યમંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં નિર્માણ પામ્યું હતું?
જવાબ:- ભીમદેવ પહેલો

પ્રશ્ન:-112 ક્યા રાજાના સમયમાં પાટણમાં પટોળા બનાવવાની કલા વિકાસ પામી હતી?
જવાબ:- કુમારપાલ

પ્રશ્ન:-113 મહમૂદ ગજનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યુ ત્યારે પાટણનો શાસક કોણ હતો?
જવાબ:- ભીમદેવ પહેલો

પ્રશ્ન:-114 મહમૂગ ગજનવીએ સોમનાથ પર આક્રમણ ક્યા વર્ષે કર્યુ હતુ?
જવાબ:- ઈ.સ. 1026

પ્રશ્ન:-115 ગુજરાતના ઈતિહાસમાં “બાણાવળી ભીમ” તરીકે કોણ ઓળખાય છે?
જવાબ:- ભીમદેવ પહેલો
 ભીમદેવ પહેલો ધનુરવિદ્યામાં નિપુણ હતો. એટલે તે બાણાવળી ભીમ તરીકે ઓળખાતો હતો.

પ્રશ્ન:-116 યવન રાજા મિનાન્ડરનાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાંથી મળી આવેલા ચાંદીના સિક્કાઓને ગ્રીક ભાષામાં શું કહેવાતા હતા?
જવાબ:- દ્રમ્મ
 દ્રમ્મ પરથી “દામ” શબ્દ ઉતરી આવ્યો છે.

પ્રશ્ન:-117 આબુમાં દેલવાડાના દેરામાં આવેલા વિમલવસહિનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- વિમલશાહ
 દેલવાડાના દેરા સ્થાપત્યમાં આવેલા મંદિરોનું નિર્માણ વિમલશાહ, વસ્તુપાલ અને તેજપાલે કરાવેલ છે.

પ્રશ્ન:-118 મહમૂદ ગજનવીના સોમનાથ મંદિર પરના આક્રમણ બાદ પથ્થર નિર્મિત સોમનાથ મંદિર કોણે બંધાવ્યું હતું?
જવાબ:- ભીમદેવ પ્રથમ

પ્રશ્ન:-119 પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે “રાણકીવાવ”નું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- રાણી ઉદયમતી

પ્રશ્ન:-120 રાણી ઉદયમતીએ બંધાવેલ રાણકીવાવ કેટલા માળની છે?
જવાબ:- સાત માળ

પ્રશ્ન:-121 રાણકીવાવનું નિર્માણ કરાવનાર રાણી ઉદયમતી ક્યા રાજાના રાણી હતા?
જવાબ:- ભીમદેવ પહેલો

પ્રશ્ન:-122 રાણકીવાવને વિશ્વ વિરાસત સ્થળ (World Heritage Site)નો દરજ્જો ક્યા વર્ષે આપવામાં આવ્યો હતો?
જવાબ:- વર્ષ 2014

પ્રશ્ન:-123 ભારતના કેટલા રૂપીયાની ચલણી નોટ પર પાટણની “રાણકીવાવ”નું ચીત્ર છાપવામાં આવ્યું છે?
જવાબ:- 100 રૂપીયા

પ્રશ્ન:-124 અંબાજી પાસે કુંભારીયાના દેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- વિમલશાહ

પ્રશ્ન:-125 ગુજરાતના ઈતિહાસમાં કોને “કુર્ચાલ સરસ્વતી” (દાઢીવાળી સરસ્વતી)નું બિરૂદ આપવામાં આવ્યું છે?
જવાબ:- વસ્તુપાલ
 વસ્તુપાલ પોતે કવિ અને વિદ્વાન હતા.

પ્રશ્ન:-126 ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો?
જવાબ:- સામંતસિંહ

પ્રશ્ન:-127 ઈ.સ. 1178માં મહમુદ ઘોરીના સૈન્ય સાથે યુદ્ધ કરનાર નાયિકાદેવી કોણ હતા?
જવાબ:- મૂળરાજ સોલંકી બીજાના માતા

પ્રશ્ન:-128 કર્ણદેવના પ્રણય વિશેની રચના “કર્ણ સુંદરી”ના રચયિતા કોણ છે?
જવાબ:- કવિ બિલ્હણ
 કવિ બિલ્હણ કાશ્મીરના કવિ હતા.

પ્રશ્ન:-129 સિદ્ધરાજ જયસિંહે ક્યા રાજાને હરાવીને “અવંતીનાથ”નું બિરૂદ મેળવ્યું હતું?
જવાબ:- માળવાના યશોવર્મા

પ્રશ્ન:-130 હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?
જવાબ:- ચાંગદેવ

પ્રશ્ન:-131 સોલંકીકાળમાં લખાયેલ વ્યાકરણ ગ્રંથ “સિદ્ધહેમશબ્દાનુશાસન”ના રચયિતા કોણ હતા?
જવાબ:- હેમચંદ્રાચાર્ય

પ્રશ્ન:-132 ડભોઈના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- સિદ્ધરાજ જયસિંહ

પ્રશ્ન:-133 ડભોઈના કિલ્લાનો કઈ દિશાનો દરવાજો “હીરા ભાગોળ” તરીકે ઓળખાય છે?
જવાબ:- પૂર્વ દરવાજો

પ્રશ્ન:-134 ડભોઈના કિલ્લાનો દક્ષિણ દ્વાર ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- નાંદોરી

પ્રશ્ન:-135 ધોળકામાં આવેલ મલાવ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું?
જવાબ:- મીનળદેવી

પ્રશ્ન:-136 વિરમગામમાં આવેલ મુનસર તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- મીનળદેવી

પ્રશ્ન:-137 સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના ક્યા રાજાને હરાવીને “સિદ્ધચક્રવર્તિ”નું બિરૂદ ધારણ કર્યું હતું?
જવાબ:- રા’ખેંગાર

પ્રશ્ન:-138 પાટણમાં આવેલા સહસ્ત્રલિંગ તળાવની ફરતે 1008 શિવાલયો કોણે બંધાવ્યા હતા?
જવાબ:- સિદ્ધરાજ જયસિંહ

પ્રશ્ન:-139 ક્યા શાસકને ગુજરાતના ઈતિહાસમાં “ગુજરાતના અશોક” તરીકે ઓળખવામાં આવે છે?
જવાબ:- કુમારપાળ

પ્રશ્ન:-140 તારંગામાં અજીતનાથનાં દેરાસરનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- કુમારપાળ

પ્રશ્ન:-141 ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ક્યા જિલ્લામાં આવેલી છે?
જવાબ:- રાજકોટ

પ્રશ્ન:-142 સૌરાષ્ટ્રના વિજયને યાદગાર બનાવવા માટે સિદ્ધરાજ જયસિંહે ક્યા સંવતનો પ્રારંભ કર્યો હતો?
જવાબ:- સિંહ સંવત

પ્રશ્ન:-143 ખંભાતનો ચતુર અને સાહસિક વેપારી ઉદયન મહેતા ક્યા રાજાનો મંત્રી હતો?
જવાબ:- કુમારપાલ

પ્રશ્ન:-144 ગુજરાતમાં સોલંકી વંશનો છેલ્લો શાસક કોણ હતો?
જવાબ:- ત્રિભુવનપાળ

પ્રશ્ન:-145 ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી?
જવાબ:- વિસલદેવ વાઘેલા

પ્રશ્ન:-146 લવણપ્રસાદને ધોળકાના દંડનાયક તરીકે કોણે નીમ્યો હતો?
જવાબ:- ભીમદેવ બીજાએ

પ્રશ્ન:-147 આબુમાં દેરાણી-જેઠાણીના ગોખલા કોણે બંધાવ્યા હતા?
જવાબ:- વસ્તુપાળ અને તેજપાળ

પ્રશ્ન:-148 દેરાણી-જેઠાણીના ગોખલા જેના નામ પરથી બન્યા છે તે દેરાણી-જેઠાણી કોણ હતા?
જવાબ:- તેજપાળના પત્ની અનુપમા દેવી અને વસ્તુપાળના પત્ની લલિતાદેવી

પ્રશ્ન:-149 આબુ પર આવેલ “લુણવસહિ” નામનું આરસનું મંદિર કોણે બનાવ્યું હતું?
જવાબ:- તેજપાલ

પ્રશ્ન:-150 વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો?
જવાબ:- કર્ણદેવ બીજો

પ્રશ્ન:-151 કર્ણદેવ બીજો અન્ય ક્યા નામોથી ઓળખાતો હતો?
જવાબ:- કરણઘેલો અને રાયકરણ વાઘેલા

પ્રશ્ન:-152 સોલંકી કાળમાં રાજ્ય વહીવટ માટેના વિવિધ ખાતાઓ ક્યા નામથી ઓળખાતા હતા?
જવાબ:- કરણ

પ્રશ્ન:-153 સોલંકી કાળમાં આવકખાતું ક્યા નામથી ઓળખાતું હતું?
જવાબ:- શ્રીકરણ

પ્રશ્ન:-154 સોલંકીકાળમાં બંદર વિભાગને શું કહેવાતો હતો?
જવાબ:- વેરાકુલ

પ્રશ્ન:-155 સોલંકીકાળમાં રાજ્યનો મુખ્ય વહિવટી વિભાગ ક્યા નામથી ઓળખાતો હતો?
જવાબ:- મંડલ

પ્રશ્ન:-156 સોલંકીકાળમાં રાજ્યના મુખ્ય વહિવટી વિભાગ “મંડલ”ના વડા અધિકારીને શું કહેવાતો હતો?
જવાબ:- મંડલેશ્વર

પ્રશ્ન:-157 સોલંકીકાળના સમકાલિન એવા જેઠવા રાજ્યની રાજધાની કઈ હતી?
જવાબ:- ધૂમલી

પ્રશ્ન:-158 કચ્છના શેઠ જગડુશાએ ક્યા રાજાને છપ્પનીયા દુષ્કાળ વખતે મદદ કરી હતી?
જવાબ:- વિસલદેવ વાઘેલા

પ્રશ્ન:-159 કર્ણદેવ બીજા સાથે વેર વાળવા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવાનું આમંત્રણ કોણે આપ્યું હતું?
જવાબ:- માધવ મંત્રી

પ્રશ્ન:-160 અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરવા કોને મોકલ્યા હતા?
જવાબ:- ઉલુઘખાન અને નુસરત ખાન

પ્રશ્ન:-161 ગુજરાતના અણહિલપુર પાટણ પર અલાઉદ્દીન ખિલજીનું શાસન ક્યારે સ્થપાયું હતું?
જવાબ:- ઈ.સ. 1304

પ્રશ્ન:-162 ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો?
જવાબ:- અલપખાન

પ્રશ્ન:-163 ગુજરાતના પ્રથમ મુસ્લિમ સૂબા અલપખાનનું મૂળ નામ શું હતું?
જવાબ:- મલેક સંજર

પ્રશ્ન:-164 ઈ.સ. 1340ના સમયગાળામાં ગુજરાતની મુલાકાતે આવેલો વિદેશી પ્રવાસી ઈબ્નબતૂતા ક્યાંથી આવ્યો હતો?
જવાબ:- મોરોક્કો (ઈબ્નબતૂતા આફ્રિકન પ્રવાસી હતો.)

પ્રશ્ન:-165 આફ્રિકન પ્રવાસી ઈબ્નબતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે ગુજરાતનો નાઝિમ (સૂબો) કોણ હતો?
જવાબ:- મુકબિલ તિલંગી

પ્રશ્ન:-166 ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોણે સ્થળાંતરીત કરી હતી?
જવાબ:- નસરુદ્દીન અહમદશાહ (અહમદશાહ પ્રથમ)

પ્રશ્ન:-167 નસરુદ્દીન અહમદશાહે ક્યા વર્ષે સાબરમતી નદીના કિનારે અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી?
જવાબ:- ઈ.સ. 1411

પ્રશ્ન:-168 નસરૂદ્દીન અહમદશાહે કોની આજ્ઞાથી સાબરમતી નદીના કિનારે અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી?
જવાબ:- શેખ અહમદ ખટ્ટુગંજબક્ષ

પ્રશ્ન:-169 હાથમતી નદીના કિનારે અહમદનગર કોણે વસાવ્યું હતું?
જવાબ:- નસરૂદ્દીન અહમદશાહ (અહમદશાહ પ્રથમ)

પ્રશ્ન:-170 અમદાવાદમાં આવેલ “બાગ-એ-નગીના (નગીના વાડી)નું નિર્માણ કોણે કરાવ્યું હતુ?
જવાબ:- કુતુબુદ્દીન અહમદશાહ

પ્રશ્ન:-171 ગુજરાતમાં સૌપ્રથમવાર દરિયાઈ કાફલો તૈયાવર કરાવનાર શાસક કોણ હતો?
જવાબ:- અહમદશાહ પ્રથમ

પ્રશ્ન:-172 અહમદશાહ પ્રથમે તૈયાર કરાવેલ દરિયાઇ કાફલાનું મુખ્ય મથક તેણે ક્યું રાખ્યું હતું?
જવાબ:- ખંભાત

પ્રશ્ન:-173 અહમદશાહ પ્રથમના સમયમાં નૌકાદળનો અધિકારી ક્યા નામથી ઓળખાતો હતો?
જવાબ:- મીર-એ-બકર

પ્રશ્ન:-174 અહમદશાહે અમદાવાદમાં સરખેજનો રોજો કોની યાદમાં બનાવડાવ્યો હતો?
જવાબ:- શેખ અહમદ ખટ્ટુગંજબક્ષ

પ્રશ્ન:-175 ક્યો સુલતાન ગુજરાતના ઈતિહાસમાં “ઝરબક્ષ” (સ્વર્ણદાતા) તરીકે ઓળખાતો હતો?
જવાબ:- ગ્યાસુદ્દીન મુહમ્મદશાહ

પ્રશ્ન:-176 અમદાવાદમાં “હોજ-એ-કુતુબ”નું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- કુતુબુદ્દીન અહમદશાહ

પ્રશ્ન:-177 અમદાવાદમાં આવેલ “હોજ-એ-કુતૂબ” ક્યા લોકપ્રિય નામથી ઓળખાય છે?
જવાબ:- કાંકરિયા તળાવ

પ્રશ્ન:-178 કુતુબુદ્દીન અહમદશાહે “હોજ-એ-કુતુબ” (કાંકરિયા તળાવ) ક્યા વર્ષે બંધાવ્યું હતું?
જવાબ:- ઈ.સ.1451

પ્રશ્ન:-179 અમદાવાદમાં ઝુલતા મિનારા જેમાં આવેલા છે, તે સ્થાપત્યનું મૂળ નામ શું છે?
જવાબ:- સિદી બશીરની મસ્જિદ

પ્રશ્ન:-180 અમદાવાદમાં આવેલ સિદી બશીરની મસ્જિદ કે જેમાં ઝુલતા મિનારા આવેલા છે, તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- કુતુબુદ્દીન અહમદશાહ

પ્રશ્ન:-181 મહમદ બેગડાનું મૂળ નામ શું હતું?
જવાબ:- ફતેહખાન

પ્રશ્ન:-182 ફતેહખાન (મહમદ બેગડો) ક્યું નામ ધારણ કરીને સત્તા પર આવ્યો હતો?
જવાબ:- નાસિરુદ્દીન મહમદશાહ

પ્રશ્ન:-183 નાસિરુદ્દીન મહમદ શાહ (મહમદ બેગડો) ક્યા વર્ષે અમદાવાદનો સુલતાન બન્યો હતો?
જવાબ:- ઈ.સ. 1458માં

પ્રશ્ન:-184 નાસિરુદ્દીન મહમદ શાહ (મહમદ બેગડો) કેટલા વર્ષની વયે સત્તા પર આવ્યો હતો?
જવાબ:- 13 વર્ષ

પ્રશ્ન:-185 ગુજરાતના ઈતિહાસમાં “ગુજરાતના અકબર” તરીકે કોણ ઓળખાય છે?
જવાબ:- નાસિરુદ્દીન મહમદ શાહ (મહમદ બેગડો)

પ્રશ્ન:-186 મહમદ બેગડાએ જૂનાગઢના ક્યા રાજાને પરાજિત કર્યો હતો?
જવાબ:- રા’ માંડલિક

પ્રશ્ન:-187 મહમદ બેગડાએ જૂનાગઢને જીતીને તેને ક્યું નામ આપ્યું હતું?
જવાબ:- મુસ્તુફાબાદ

પ્રશ્ન:-188 મહમદ બેગડાએ ચાંપાનેરના ક્યા રાજાને પરાજિત કર્યો હતો?
જવાબ:- રાજા જયસિંહ (પતઈ રાવળ)

પ્રશ્ન:-189 મહમદ બેગડાએ ચાંપાનેરને જીતીને તેનું શું નામ રાખ્યું હતું?
જવાબ:- મુહમ્મદાબાદ

પ્રશ્ન:-190 મહમદ બેગડાએ ચાંપાનેરના કિલ્લાનું નામ શું રાખ્યું હતું?
જવાબ:- જહાંપનાહ

પ્રશ્ન:-191 ગુજરાતમાં તોપનો સૌપ્રથમવાર ઉપયોગ કરનાર શાસક કોણ હતો?
જવાબ:- સુલતાન મહમદ બેગડો

પ્રશ્ન:-192 ચાંદા-સૂરજ મહેલ અને પ્રખ્યાત ભમ્મરિયો કૂવો ક્યાં આવેલો છે?
જવાબ:- મહેમદાબાદમાં

પ્રશ્ન:-193 મહેમદાબાદમાં આવેલા ભમ્મરિયો કૂવો અને ચાંદા-સૂરજ મહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- મહમદ બેગડાએ

પ્રશ્ન:-194 ગુજરાતના ઈતિહાસમાં ક્યો સુલતાન “સંત સુલતાન” તરીકે ઓળખાય છે?
જવાબ:- મુઝફ્ફરશાહ બીજો

પ્રશ્ન:-195 સુલતાન મુઝફ્ફરશાહ બીજાનું મૂળ નામ શું હતું?
જવાબ:- ખલીલખાન

પ્રશ્ન:-196 દીવ બંદરે પોર્ટુગીઝોને કિલ્લો બાંધવાની પરવાનગી આપનાર સુલતાન કોણ હતો?
જવાબ:- બહાદુરશાહ

પ્રશ્ન:-197 પોર્ટુગીઝોને દમણમાં વેપાર કરવાની પરવાનગી ક્યા સુલતાને આપી હતી?
જવાબ:- અહમદશાહ ત્રીજાએ

પ્રશ્ન:-198 ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સત્તાનો છેલ્લો સુલતાન કોણ હતો?
જવાબ:- મુઝફ્ફરશાહ ત્રીજો

પ્રશ્ન:-199 ગુજરાતના ક્યા સુલ્તાને સૌથી વધુ સમય સુધી શાસન કર્યું હતું?
જવાબ:- મહમદ બેગડો

પ્રશ્ન:-200 ગુજરાતમાં જમીન ક્ષેત્રે વાટા પદ્ધતિ ક્યા સુલતાને દાખલ કરી હતી?
જવાબ:- અહમદશાહ પહેલાએ



This PDF about COMPLETE History of Gujarat is useful for all type of competitive examination, especially UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK Exam, Clerk, Police Constable, Talati etc.

This is 2nd Part of History of Gujarat Most IMP 600 Questions in Gujarati.

This PDF about History of Gujarat Most IMP 600 Questions in Gujarati is a huge collection of Most Important Questions for upcoming Competitive Examinations.

All questions are made according to syllabus of UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK Exam, Clerk, Police Constable, Talati etc..

All detail in Bharat Parichay Series is given in Gujarati.

This PDF about History of Gujarat Most IMP 600 Questions in Gujarati is very helpful for all kind of competitive Examination Preparation.

We are aiming that this PDF about History of Gujarat Most IMP 600 Questions in Gujarati will help you for better preparation for competitive examination for Government Job.

Please join with us by clicking here


જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી ExamGuru યુટ્યુબ ચેનલ જૂઓ

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500


Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati

Download Model Test-1 Class 3 in PDF

Download Model Test-2 Class 3 in PDF

Download Model Test-3 Class 3 in PDF




To Download PDF of History of Gujarat Most IMP 600 Questions Part-2 (Question 101 to 200)

ગુજરાતનો ઈતિહાસ - Most IMP 600 પ્રશ્નો ભાગ-2, પ્રશ્ન 101 થી 200 Click Here

No comments