Most IMP Posts

Gujarat History Most IMP 600 Questions in PDF for Clerk, Talati, Police Constable Exam | Part-3~Gk Gujarati - Q 201 to 300

Hello Aspirants,

Welcome to Examguru

Here we are providing to you a PDF of Gujarat Hisotry Most Important 600 Questions (Gujarat no Sampurna Intihas Bhag-2, ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ, ભાગ-2 પ્રશ્ન 201 થી 300) for class 3 exam. This video is special video for clerk, Talati and Constable Exam.
ગુજરાતનો સંપુર્ણ ઇતિહાસ - Gujarat History in Gujarati for all type of competitive examination, especially UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK Exam, Clerk, Police Constable, Talati etc. There are most important 600 Questions are in this Series of Gujarat History. This is Part 3 (Question 201 to 300) of this video series of History of Gujarat in Gujarati. There are 100 Most important questions of Gujarat History in Part -3 in Gujarati. We are covering ancient gujarat history, medieval gujarat history and modern Gujarat History.

In this PDF of Gujarat History

Coverage of -
1-Indus Civilisation in Gujarat

2- Maitrak dynasty

3-Chavda dynasty

4-Solanki dynasty

5-Vaghela

6-Other dynasty

7-Desi Rajavadas

8. Bhavnagar State

7-Gayakwad State

9. Navanagar State

10. Gondal State

11. Morbi State

12. Maha Gujarat Andolan

13. Arzi Hukumat

ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ વિડીયો શ્રેણીના આ ભાગ 3માં નીચે મુજબના પ્રશ્નો સમાવવામાં આવ્યા છે.

પ્રશ્ન:-201 ગુજરાતના ક્યા કવિ 15મી સદીમાં ભક્તિ કવિ તરીકે પ્રખ્યાત હતા?
જવાબ:- નરસિંહ મહેતા

પ્રશ્ન:-202 સુરતમાં ઝરી-સોનાનો ઉદ્યોગ ક્યા રાજવંશના સમયગાળાનો છે?
જવાબ:- મુઘલ વંશ

પ્રશ્ન:-203 નાસિરૂદ્દીન મહમદશાહને “મહમદ બેગડા” તરીકે કેમ ઓળખવામાં આવે છે?
જવાબ:- તેણે બે ગઢ જીત્યા હોવાથી

પ્રશ્ન:-204 નાસિરૂદ્દીન મહમદશાહને ક્યા બે ગઢ જીતવાના કારણે “મહમદ બેગડો” કહેવાય છે?
જવાબ:- માન્યખેટ

પ્રશ્ન:-205 પોતાના રાજ્યમાં પાણીની તંગી દૂર કરવા માટે ક્યા રાજાએ અડાલજની વાવનું નિર્માણકાર્ય શરૂ કર્યું હતું?
જવાબ:- વાઘેલા વંશના રાણા વીરસિંહ

પ્રશ્ન:-206 અડાલજની વાવનું અધુરું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું?
જવાબ:- મહમદ બેગડાએ

પ્રશ્ન:-207 અડાલજની વાવને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- રૂડાબાઈની વાવ

પ્રશ્ન:-208 ઈરાની એલચી (રાજદૂત) “યાદગાર બેગ” ક્યા સુલતાનના દરબારમાં આવ્યો હતો?
જવાબ:- મુઝફ્ફરશાહ બીજો

પ્રશ્ન:-209 અકબરે ગુજરાત વિજયની યાદમાં ક્યુ સ્મારક બંધાવ્યું હતું?
જવાબ:- બુલંદ દરવાજા
 બુલંદ દરવાજા ફતેહપુર સિક્રી (આગ્રા)માં આવેલો છે.

પ્રશ્ન:-210 પાટણમાં આવેલા સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગમાં કોનું મંદિર હતું?
જવાબ:- વિંધ્યવાસિની દેવી

પ્રશ્ન:-211 ઈ.સ. 1608માં ઈસ્ટ ઈન્ડીયા કંપનીનું ક્યુ જહાજ વેપાર કરવાના ઉદ્દેશ્યથી સુરત બંદરે આવ્યું હતું?
જવાબ:- હેક્ટર

પ્રશ્ન:-212 ગુજરાતના સુરત બંદરે હેક્ટર નામનું ઈસ્ટ ઈન્ડીયા કંપનીનું જહાજ લઈને કોણ આવ્યો હતો?
જવાબ:- કેપ્ટન વિલિયમ હોકિન્સ

પ્રશ્ન:-213 ઈ.સ. 1608માં સુરતમાં હેક્ટર નામના જહાજ સાથે આવેલો કેપ્ટન વિલિયમ હોકિન્સ કોનો રાજદૂત બનીને ભારતમાં આવ્યો હતો?
જવાબ:- ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમ

પ્રશ્ન:-214 બ્રિટીશ ઈસ્ટ ઈન્ડીયા કંપનીને સુરતમાં પ્રથમ કોઠી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી?
જવાબ:- જહાંગીર

પ્રશ્ન:-215 કચ્છના ક્યા વેપારીએ વાસ્કો-ડી-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાના માલિન્દીથી કાલીકટ બંદર સુધી દિશાસૂચન કર્યુ હતું?
જવાબ:- કાનજી માલમ

પ્રશ્ન:-216 ઔરંગઝેબના સમયમાં ક્યું બંદર “મક્કાના પ્રવેશદ્વાર” તરીકે ઓળખાતું હતું?
જવાબ:- સુરત બંદર
 સુરત બંદરને “બંદર-એ-મુબારક” કહેવાતું હતું.

પ્રશ્ન:-217 છત્રપતિ શિવાજીએ સુરતને કેટલીવાર લૂટ્યું હતું?
જવાબ:- 2 વાર

પ્રશ્ન:-218 છત્રપતિ શિવાજી મહારાજે સુરતને સૌપ્રથમવાર ક્યારે લૂટ્યું હતુ?
જવાબ:- જાન્યુઆરી 1664

પ્રશ્ન:-219 છત્રપતિ શિવાજી મહારાજે સુરતને બીજીવાર ક્યારે લૂટ્યું હતુ?
જવાબ:- ઈ.સ. 1670માં

પ્રશ્ન:-220 ક્યા મુઘલ બાદશાહે ગુજરાતમાં નક્ષત્ર સિક્કાઓ પડાવ્યા હતા?
જવાબ:- જહાંગીર

પ્રશ્ન:-221 સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ અને ગાયકવાડની વચ્ચે ખંડણી બાબતે મધ્યસ્થી અને સમાધાન માટે બ્રિટીશ સરકારે કોની નિમણુંક કરી હતી?
જવાબ:- એલેક્ઝાન્ડર વોકર

પ્રશ્ન:-222 સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ અને ગાયકવાડ વચ્ચે થયેલા વોકર કરારનો વિષય શંં હતો?
જવાબ:- ખંડણી ઉઘરાવવા બાબતે ઉકેલ લાવવો

પ્રશ્ન:-223 ખંડણી વિષયક સમાધાન માટે પ્રસિદ્ધ “વોકર કરાર” ક્યા વર્ષે થયો હતો?
જવાબ:- મે 1808
 વોકર કરાર માટે અંગ્રેજી સેના સાથે એલેક્ઝાન્ડર વોકર ઈ.સ. 1807માં કાઠિયાવાડમાં પ્રવેશ્યા હતા. એટલે ઘણા પુસ્તકોમાં વોકર કરાર થયાનું વર્ષ 1807 પણ લખાયેલ છે. આથી ઓપ્શનમાં 1808ના બદલે 1807 આવે તો તે પણ સાચો વિકલ્પ બને છે.

પ્રશ્ન:-224 વોકર કરાર માટે ગાયકવાડ અને કાઠિયાવાડનાં રાજવીઓનું સંમેલન ક્યા સ્થળે ભરાયું હતું?
જવાબ:- મોરબીના ઘુંટુ ગામે

પ્રશ્ન:-225 ક્યા ગાયકવાડ શાસકના સમયમાં વોકર કરાર થયો હતો?
જવાબ: આનંદરાવ ગાયકવાડ

પ્રશ્ન:-226 ગાયકવાડ શાસક સયાજીરાવ ત્રીજાનું મૂળ નામ શું હતું?
જવાબ:- ગોપાલરાવ

પ્રશ્ન:-227 સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ ક્યાં મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?
જવાબ:- અમરેલી

પ્રશ્ન:-228 કોની મદદથી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ અમરેલીમાં સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ લાગુ પાડ્યું હતું?
જવાબ:- રોમેશચંદ્ર દત્ત

પ્રશ્ન:-229 વડોદરામાં “બરોડા કોલેજ”ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ:- સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

પ્રશ્ન:-230 મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સ્થાપેલ “બરોડા કોલેજ”નું વર્તમાનમાં નામ શું છે?
જવાબ:- એમ.એસ. યુનિવર્સિટી
 બરોડા કોલેજને ઈ.સ. 1949માં યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

પ્રશ્ન:-231 સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ “બેંક ઓફ બરોડા”ની સ્થાપના ક્યારે કરી હતી?
જવાબ:- 20 જુલાઈ 1908માં
 19 જુલાઈ 1969માં આ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

પ્રશ્ન:-232 ગુજરાતના સૌથી મોટા પેલેસ એવા “લક્ષ્મીવિલાસ પેલેસ”નું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ

પ્રશ્ન:-233 ફક્ત જાગીરદારો તેમજ ધનવાનો પાસેથી આવકવેરો લેનાર ગાયકવાડ રાજવી કોણ હતા?
જવાબ:- સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

પ્રશ્ન:-234 વડોદરાના દીવાન ટી. માધવરાવે મહારાજાને શાસન માટે તૈયાર કરવા આપેલા વ્યાખ્યાનોનું સંકલન અંગ્રેજીમાં ક્યા શીર્ષકથી પ્રકાશિત થયું છે?
જવાબ:- માઈનર હિન્ટ્સ
 આ સંકલન ગુજરાતીમાં “શાસનસૂત્રો” શીર્ષકથી પ્રકાશિત થયું છે.

પ્રશ્ન:-235 ડૉ. બાબા સાહેબ આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે શિષ્યવૃતિ આપનાર રાજવી કોણ હતા?
જવાબ:- સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

પ્રશ્ન:-236 સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (ગોપાલરાવ)ને કોણે દત્તક લીધા હતા?
જવાબ:- મહારાણી જમનાબાઈ

પ્રશ્ન:-237 ગાયકવાડ શાસનકાળમાં પરગણા અને મહાલના વડા અધિકારીને શું કહેવાતા હતા?
જવાબ:- કમાવીસદાર અથવા મહાલકારી

પ્રશ્ન:-238 ગાયકવાડ સરકારમાં બજાર વગરના ગામને શું કહેતા હતા?
જવાબ:- મૌજ

પ્રશ્ન:-239 અકબરે સૌપ્રથમ વખત દરિયો ક્યા સ્થળે જોયો હતો?
જવાબ:- ખંભાતમાં

પ્રશ્ન:-240 પ્રસિદ્ધ “ભૂચર મોરી’નું યુદ્ધ કોની-કોની વચ્ચે થયું હતું?
જવાબ:- જામ સતાજી અને મીરઝા અઝીઝ કોકા

પ્રશ્ન:-241 ભૂચર મોરીના યુદ્ધને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- ધ્રોલનું યુદ્ધ

પ્રશ્ન:-242 ગોંડલના ક્યા રાજવીએ ક્ન્યાઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની શરૂઆત કરાવી હતી?
જવાબ:- ભગવત સિંહજી

પ્રશ્ન:-243 ગોંડલ રાજ્યના લોકો માટે પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા માટે “વેરી તળાવ”નું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- ભગવતસિંહજીએ

પ્રશ્ન:-244 સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિજળીની શરૂઆત ક્યા રાજ્યમાં થઈ હતી?
જવાબ:- ગોંડલ રાજ્યમાં

પ્રશ્ન:-245 પૂનાની “ફર્ગ્યુસન કોલેજ”માં રૂ. 22500/-નું દાન આપનાર રાજવી કોણ હતા?
જવાબ:- ભગવતસિંહજી

પ્રશ્ન:-246 ગોંડલના રાજા ભગવતસિંહજીએ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં રૂ. 22500/-નું દાન આપીને આ કોલેજમાં પોતાના રાજ્યના વિદ્યાર્થીઓ માટે કેટલી બેઠકો (Seats) અનામત રખાવી હતી?
જવાબ:- 10 બેઠકો
 ગોંડલના રાજા ભગવતસિંહજીએ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં રૂ. 22500/-નું દાન આપીને અનામત રખાવેલ 10 સીટોનો લાભ આઝાદી પછી પણ હજું જૂના ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.

પ્રશ્ન:-247 ગુજરાતી શબ્દકોષ “ભગવદગોમંડલ” કોણે તૈયાર કરાવડાવ્યો હતો?
જવાબ:- ગોંડલના રાજા ભગવતસિંહજીએ

પ્રશ્ન:-248 ભગવદગોમંડળની રચના કોના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી?
જવાબ:- ચંદુભાઈ બેચરભાઈ પટેલ

પ્રશ્ન:-249 જામ સતાજી ક્યા રાજ્યના રાજા હતા?
જવાબ:- નવાનગર

પ્રશ્ન:-250 રાજકોટમાં જામટાવર કોણે બંધાવ્યો હતો?
જવાબ:- સર વિભાજી જાડેજાએ

પ્રશ્ન:-251 સર વિભાજી જાડેજા ક્યા રાજ્યના રાજવી હતા?
જવાબ:- નવાનગર (જામનગર)

પ્રશ્ન:252 વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ ક્યા રાજાના દરબારમાં રાજવૈદ્ય હતા?
જવાબ:- જામ વિભાજી જાડેજા

પ્રશ્ન:-253 જામનગરના ક્યા રાજાએ ક્રિકેટ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ નામના મેળવી હતી?
જવાબ:- જામ રણજીતસિંહજી

પ્રશ્ન:-254 જામનગરના રાજા જામ રણજીતસિંહજીના નામ પરથી ક્રિકેટની રમતમાં કઈ ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે?
જવાબ:- રણજી ટ્રોફી

પ્રશ્ન:-255 જામ રણજીતસિંહજીએ ક્રિકેટની રમત પર ક્યુ પ્રસિદ્ધ પુસ્તક લખ્યું છે?
જવાબ:- જ્યુબીલી બૂક ઓફ ક્રિકેટ (Jubilee Book of Cricket)

પ્રશ્ન:-256 ક્યા રાજ્યને “સૌરાષ્ટ્રના પેરિસ” તરીકે ઓળખવામાં આવતું હતું? ?
જવાબ:- જામનગર

પ્રશ્ન:-257 બેડી બંદરનું આધુનિકીકરણ કરવાનવાર રાજવી કોણ હતા?
જવાબ:- જામ રણજીતસિંહજી

પ્રશ્ન:-258 ઈ.સ. 1930-31માં લંડનમાં યોજાયેલ ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
જવાબ:- જામનગરના રાજા જામ રણજીતસિંહજીએ

પ્રશ્ન:-259 જીનીવામાં “લીગ ઓફ નેશન્સ”ની બેઠકોમાં ત્રણવાર હાજરી આપનાર સૌરાષ્ટ્રના રાજવી કોણ હતા?
જવાબ:- જામનગરના રાજા જામ રણજીતસિંહજી

પ્રશ્ન:-260 જામનગરના ક્યા રાજાએ દિવાનના બદલે સેક્રેટ્રીએટ પદ્ધતિ દાખલ કરી હતી?
જવાબ:- જામ રણજીતસિંહજી

પ્રશ્ન:-261 જામનગર રાજ્યના છેલ્લા રાજા કોણ હતા?
જવાબ:- જામ દિગ્વિજયસિંહજી
(તેઓ જામનગરના 20માં જામ હતા.)

પ્રશ્ન:-262 ગુજરાતના તાજમહાલ તરીકે ક્યુ સ્મારક ઓળખાય છે?
જવાબ:- મણીમંદિર, મોરબી

પ્રશ્ન:-263 ગુજરાતના તાજમહાલ તરીકે પ્રખ્યાત “મણીમંદિર”નું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- વાઘજી ઠાકોર બીજાએ
 વાઘજી ઠાકોર બીજાએ તેમના પત્ની મણીબાની યાદમાં મણીમંદિર બંધાવ્યું હતું.
 વાઘજી ઠાકોરને “સૌરાષ્ટ્રના શાહજહા” તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન:-264 મચ્છુ નદી પર ઈ.સ. 1879માં પુલનું નિર્માણ ક્યા રાજાએ કરાવ્યું હતું?
જવાબ:- વાઘજી ઠાકોર બીજાએ

પ્રશ્ન:-265 અમદાવાદને ગર્દાબાદ (ધૂળિયું શહેર) કોણે કહ્યુ હતું?
જવાબ:- જહાંગીર

પ્રશ્ન:-266 હઠીસિંહના જૈન દેરાસરનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- હરકુંવરબાઈ શેઠાણી

પ્રશ્ન:-267 હરકુંવરબાઈ શેઠાણીએ ક્યા સ્થપતિ (આર્કિટેક્ટ)ની મદદથી હઠીસિંહના દેરાસરોનું નિર્માણ પૂર્ણ કરાવ્યું હતું?
જવાબ:- પ્રેમચંદ સલાટ

પ્રશ્ન:-268 ગુજરાતમાં નવજાગૃતિ સંદર્ભે થયેલ પ્રસિધ્ધ “મહારાજ લાયેબલ કેસ” ક્યા સમાજ સુધારક સાથે સંકળાયેલો છે?
જવાબ:- કરસનદાસ મૂળજી

પ્રશ્ન:-269 1857ના વિપ્લવ સમયે બ્રિટીશરો દ્વારા કાળાપાણીની સજામાં આંદામાનની જેલમાં જનાર એકમાત્ર ગુજરાતી કોણ હતા?
જવાબ:- ગરબડદાસ મુખી

પ્રશ્ન:-270 વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર..., - “હરખ હવે તું હિંદુસ્તાન” નામનું કાવ્ય અંગ્રેજી શાસનના સંદર્ભમાં કોણે લખ્યું હતું?
જવાબ:- કવિ દલપતરામ

પ્રશ્ન:-271 દલપતરામે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ સાથે મળીને “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી”ની સ્થાપના ક્યાં કરી હતી?
જવાબ:- અમદાવાદ

પ્રશ્ન:-272 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી?
જવાબ:- ઈ.સ. 1848

પ્રશ્ન:-273 દલપતરામ અને એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે સ્થાપેલ “ગુજરાત વર્નાક્યુલાર સોસાયટી” હાલમાં ક્યા નામથી ઓળખાય છે?
જવાબ:- ગુજરાત વિદ્યાસભા

પ્રશ્ન:-274 અમદાવાદમાં સ્થાપવામાં આવેલ પ્રથમ કન્યાશાળા માટે કોણે દાન આપ્યું હતું?
જવાબ:- હરકોર શેઠાણી (હરકુંવર શેઠાણી)

પ્રશ્ન:-275 ઈંગ્લેન્ડના ક્યા પ્રખ્યાત કેળવણીકારે હરકોર શેઠાણી દ્વારા સ્થાપવામાં આવેલ શાળાઓની મુલાકાત લીધી હતી?
જવાબ:- મેરી કાર્પેન્ટર

પ્રશ્ન:-276 ગુજરાતમાં સૌપ્રથમવાર છાપખાનું કોણે શરૂ કર્યું હતું?
જવાબ:- દુર્ગારામ મંછારામ મહેતા

પ્રશ્ન:-277 ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક બનનારા બે બહેનોમાં એક વિદ્યાગૌરી નિલકંઠ અને બીજા કોણ હતા?
જવાબ:- શારદાબેન મહેતા

પ્રશ્ન:-278 જૂનાગઢમાં આવેલ સક્કરબાગ ક્યા નવાબના સમયગાળામાં નિર્માણ પામ્યો હતો?
જવાબ:- મહોબતખાન બીજા

પ્રશ્ન:-279 જૂનાગઢના ક્યા નવાબ “ઓલિયા પુરૂષ” તરીકે ઓળખાતા હતા?
જવાબ:- રસુલખાન

પ્રશ્ન:-280 જૂનાગઢ રાજ્યના છેલ્લા નવાબ કોણ હતા?
જવાબ:- મહોબતખાન ત્રીજા

પ્રશ્ન:-281 મહોબતખાન ત્રીજા જૂનાગઢ રાજ્યના કેટલામાં નવાબ હતા?
જવાબ:- નવમાં

પ્રશ્ન:-282 જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ક્યા નવાબના શાસનકાળમાં નિર્માણ પામ્યો હતો?
જવાબ:- મહોબતખાન ત્રીજા

પ્રશ્ન:-283 જૂનાગઢના ક્યા નવાબ કૂતરાપ્રેમી હતા?
જવાબ:- મહોબતખાન ત્રીજા

પ્રશ્ન:-284 ઈ.સ. 1830માં લખાયેલ ઐતિહાસિક પુસ્તક “તારીખે સોરઠ-વ-હાલાર” ના લેખક કોણ હતા?
જવાબ:- દીવાન રણછોડજી અમરજી નાણાવટી

પ્રશ્ન:-285 દીવાન રણછોડજીએ “તારીખે સોરઠ-વ-હાલાર” નામનું ઐતિહાસિક પુસ્તક કઈ ભાષામાં લખ્યુ છે?
જવાબ:- ફારસી

પ્રશ્ન:-286 ઐતિહાસિક પુસ્તક “તારીખે સોરઠ-વ-હાલાર”નાં લેખક દીવાન રણછોડજી ક્યા રાજ્યનાં દિવાન હતા?
જવાબ:- જુનાગઢ રાજ્ય

પ્રશ્ન:-287 બાર્ટન લાઈબ્રેરી અને મ્યુજીયમ ક્યાં આવેલું છે?
જવાબ:- ભાવનગરમાં

પ્રશ્ન:-288 બાર્ટન લાઈબ્રેરી અને મ્યુજીયમનો પાયો કોણે નખાવ્યો હતો?
જવાબ:- તખ્તસિંહજી ગોહિલે

પ્રશ્ન:-289 સૌરાષ્ટ્રમાં બનનાર સૌપ્રથમ કોલેજ કઈ છે?
જવાબ:- શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર

પ્રશ્ન:-290 સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ એવી “શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર”ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ:- તખ્તસિંહજી ગોહિલે
 તખ્તસિંહજી ગોહિલના વિશ્વાસું પ્રધાન શામળદાસની યાદમાં તેઓએ ઈ.સ. 1885માં આ કોલેજની સ્થાપના કરી હતી.
 આ કોલેજમાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો.

પ્રશ્ન:-291 ભાવનગર અને સુરત વચ્ચે આગબોટ સેવા કોણે શરૂ કરાવી હતી?
જવાબ:- તખ્તસિંહજી ગોહિલે

પ્રશ્ન:-292 તખ્તસિંહજી ગોહિલના અવસાન બાદ ભાવનગરની ગાદીએ કોણ આવ્યા હતા?
જવાબ:- ભાવસિંહજી ગોહિલ બીજા

પ્રશ્ન:-293 સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અરવિંદ ઘોષ ક્યા દેશી રજવાડામાં નોકરી કરતાં હતા?
જવાબ:- વડોદરા રાજ્ય

પ્રશ્ન:-294 ઈડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું ઐતિહાસિ કાવ્ય “રણમલ્લ છંદ”ના રચયિતા કોણ છે?
જવાબ:- શ્રીધર વ્યાસ

પ્રશ્ન:-295 ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના સુલતાન મુહંમદશાહ બીજા વચ્ચેની લડાઈનું વર્ણન કરતું ઐતિહાસિક નાટક “ગંગદાસ-પ્રતાપ વિલાસ”ના રચયિતા કોણ છે?
જવાબ:- ગંગાધર

પ્રશ્ન:-296 ઐતિહાસિક નાટક “ગંગદાસ-પ્રતાપ વિલાસ” અને “માંડલિક મહાકાવ્ય”ના રચયિતા ગંગાધર ક્યાંના વતની હતા?
જવાબ:- કર્ણાટક

પ્રશ્ન:-297 અમદાવાદના સરસપુર ખાતે જૈન મંદિર “ચિંતામણી પાર્શ્વનાથ”નું નિર્માણ કોણે કરાવ્યું હતું?
જવાબ:- શાંતિદાસ ઝવેરી

પ્રશ્ન:-298 ક્યા જર્મન મુસાફરે શાંતિદાસ ઝવેરી દ્વારા બાંધવામાં આવેલા “ચિંતામણી પાર્શ્વનાથ મંદિર”નું વર્ણન તેમના વૃતાંતમાં કર્યું છે?
જવાબ:- જોહ્ન આલ્બ્રેક્ટ ડી મેન્ડેસ્લો

પ્રશ્ન:-299 અમદાવાદમાં આવેલ બાઈ હરિરની વાવ ક્યા શાસકના સમયમાં નિર્માણ પામી હતી?
જવાબ:- મહમદ બેગડો

પ્રશ્ન:-300 અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ બાઈ હરિરની વાવને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- દાદા હરિરની વાવ
(અથવા દાદા હરિની વાવ)

મીત્રો, ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ Most Important 600 પ્રશ્નો ક્લાર્ક, તલાટી, કોન્સ્ટેબલ જેવી વર્ગ 3 ની સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે બનાવવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નો બેઝીક પ્રશ્નો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષઓનું લેવલ બદલાયું છે. આથી તમામ વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. તેમજ દરેક વિષયના વિવિધ સંદર્ભ ગ્રંથો વાંચવા પણ ખુબ જરૂરી છે.



This PDF about COMPLETE History of Gujarat is useful for all type of competitive examination, especially UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK Exam, Clerk, Police Constable, Talati etc.

This is 3rd Part of History of Gujarat Most IMP 600 Questions in Gujarati.

This PDF about History of Gujarat Most IMP 600 Questions in Gujarati is a huge collection of Most Important Questions for upcoming Competitive Examinations.

All questions are made according to syllabus of UPSC, GPSC, PCS, BPSC, UPPCS, SSC, BANK Exam, Clerk, Police Constable, Talati etc..

All detail in Bharat Parichay Series is given in Gujarati.

This PDF about History of Gujarat Most IMP 600 Questions in Gujarati is very helpful for all kind of competitive Examination Preparation.

We are aiming that this PDF about History of Gujarat Most IMP 600 Questions in Gujarati will help you for better preparation for competitive examination for Government Job.

Please join with us by clicking here


જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી ExamGuru યુટ્યુબ ચેનલ જૂઓ

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500


Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati

Download Model Test-1 Class 3 in PDF

Download Model Test-2 Class 3 in PDF

Download Model Test-3 Class 3 in PDF




ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ Most Important 600 પ્રશ્નોના ભાગો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો.

ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ Most Important 600 પ્રશ્નો, ભાગ-1 (પ્રશ્ન 1 થી 100) PDF

ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ Most Important 600 પ્રશ્નો, ભાગ-2 (પ્રશ્ન 101 થી 200) PDF




To Download PDF of History of Gujarat Most IMP 600 Questions Part-2 (Question 101 to 200)

ગુજરાતનો ઈતિહાસ - Most IMP 600 પ્રશ્નો ભાગ-3, પ્રશ્ન 201 થી 300 Click Here

No comments