Most IMP Posts

સામાન્ય વિજ્ઞાન - સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ મહત્વના પ્રશ્નો । General Science - Most IMP 10 Questions (Q 21 to 30)

સામાન્ય વિજ્ઞાન
General Science - Most IMP 10 Questions (Q 21 to 30)

નમસ્કાર મીત્રો, દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સામાન્ય વિજ્ઞાન ખુબ જ અગત્યનો વિષય છે. UPSC, GPSC, SSC, IBPS, Railway Recruitment Board તેમજ અન્ય તમામ પ્રકારની પરીક્ષાઓમાં સામાન્ય વિજ્ઞાનના અનેક પ્રશ્નો પુંછાય છે. આથી આપણે આપણી યુટ્યુબ ચેનલમાં 500 પ્રશ્નોની વિગતવાર સમજૂતિ સાથેની સીરીજ ચાલુ કરેલ છે. આ તમામ પ્રશ્નો દરેક સ્પર્ધક મીત્રો સરળતાથી વાંચી શકે તે માટે અહીં મુકવામાં આવ્યા છે. આ પ્રશ્નોના સંકલનમાં વિજ્ઞાનના વિવિધ વિષયો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરેના અતિ ઉપયોગી પ્રશ્નો સંકલિત કરવામાં આવ્યા છે.
અગાઉના ભાગ-1માં પ્રશ્ન 1 થી 10, ભાગ 2માં પ્રશ્ન 11 થી 20 મૂકવામાં આવ્યા છે. સામાન્ય વિજ્ઞાનના Most Important પ્રશ્નોની સીરીજનો આ ભાગ 3 છે. ભાગ 3માં પ્રશ્ન 21 થી 30નો સમાવેશ કરવામાં આવ્યો છે.


21. અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ ક્યો છે?

જવાબ:- પારસેક

એક પારસેક = 3.26 પ્રકાશવર્ષ થાય.


22. માનવ શરીરમાં સૌથી વધારે પ્રમાણમાં ક્યું તત્વ હોય છે?

જવાબ:- ઓક્સિજન

23. રૂધિરને હ્રદયની અંદર લઈ આવતી રૂધિર વાહિનીને શું કહેવામાં આવે છે?

જવાબ:- શિરા

24. રૂધિરને હ્રદયની બહાર લઈ જતી રૂધિર વાહિનીને શું કહેવામાં આવે છે?

જવાબ:- ધમની

25. ખારા પાણીમાં ઉગતી વનસ્પતિ ક્યા નામથી ઓળખાય છે?

જવાબ:- હેલોફાઈટ્સ

26. માનવ શરીરમાં સામાન્ય શર્કરા (Sugar)ની માત્રા કેટલી હોય છે?

જવાબ:- 80 થી 120 mg/ 100 ml of Blood

27. ભારતીય વાયુસેનાએ 2020માં “ઓપરેશન સંજીવની” હેઠળ ક્યા દેશને દવાઓ પહોંચાડી હતી?

જવાબ:- માલદિવ

28. ક્યા રંગના પ્રકાશમાં સૌથી વધારે ઊર્જા હોય છે?

જવાબ:- વાદળી પ્રકાશ

29. માનવ આંખના ક્યા ભાગ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે?

જવાબ:- રેટીના (નેત્રપટલ)

30. લઘુદ્રષ્ટિ (Myopia)ની ખામી નિવારવા માટે ક્યા પ્રકારના લેન્સ વાળા ચશ્મા પહેરવા પડે છે?

જવાબ:- અંતર્ગોળ લેન્સ (Concave Lens)

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 1 થી 10 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 11 થી 20 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો


જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી Unique Education-ગુજરાતી યુટ્યુબ ચેનલ જૂઓ

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500 અહીં ક્લીક કરો

Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati

Download Model Test-1 Class 3 in PDF,Click Here

Download Model Test-2 Class 3 in PDF,Click Here

No comments