સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો | Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati
સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો
Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati
દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં અતિ ઉપયોગી 50 પ્રશ્નોનો સંગ્રહ
નમસ્કાર મીત્રો,
Examgurugk બ્લોગમાં આપનું સ્વાગત છે.
મીત્રો, અમે અહીં રજૂ કરી રહ્યા છીએ ગુજરાત સરકાર દ્રારા વિવિધ વિભાગોમાં ભરતી કરવા માટે યોજાતી વિવિશ પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખુબ જ ઉપયોગી એવા 50 પ્રશ્નો.
આ તમામ પ્રશ્નો સામાન્ય જ્ઞાનના આદર્શ પ્રશ્નો છે. જેમાં નીચે મુજબના વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
- ભારતનો ઈતિહાસ
- ભારતની ભૂગોળ
- ભારતની અર્થવ્યવસ્થા
- ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા
- ભારતનો સાંસ્કૃતિક વારસો અને કલા
- સામાન્ય વિજ્ઞાન
- પર્યાવરણ
- વર્તમાન પ્રવાહો
- રમત-જગતના પ્રશ્નો
- ગુજરાતનો ઈતિહાસ
- ગુજરાતની ભૂગોળ
- ગુજરાતની અર્થવ્યવસ્થા
- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ
1. દર વર્ષે 25 ડિસેમ્બરનાં રોજ ‘સુશાસન દિવસ’ કોની યાદમાં મનાવવામાં આવે છે?
2. વિઝિંજમ બંદર પરિયોજના ક્યા રાજ્યમાં નિર્માણ પામી રહી છે?
3. માહિમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે?
4. તાજેતરમાં નેપાળના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે?
5. પાકની મોસમ બાદ મનાવવામાં આવતો “ગાન-નગાઈ” ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?
6. ‘સ્કિલ ઈન્ડીયા મિશન’ની શરૂઆત ક્યારે થઈ હતી?
7. ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ દર વર્ષે કઈ તારીખના રોજ મનાવવામાં આવે છે?
8. તાજેતરમાં નિધન થયેલ “પેલે” તરીકે ઓળખતા પ્રસિદ્ધ ફૂટબોલર ક્યા દેશના હતા?
9. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (APP) કેટલામો રાષ્ટ્રીય પક્ષ બન્યો છે?
10. ગુજરાતી સાહિત્યમાં ‘તસ્બી’ પ્રકારની ગઝલના પ્રણેતા કોને માનવામાં આવે છે?
11. કેન-બેતવા લિંક નહેર ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં થઈને પસાર થાય છે?
12. તાજેતરમાં ક્યા દેશના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ 2023 માટે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે?
13. ‘રિંગ ઓફ ફાયર’ (Ring of Fire) તરીકે ઓળખાતો સક્રિય જ્વાળામુખીઓ અને સતત ભૂકંપગ્રસ્ત વિસ્તાર ક્યા મહાસાગરમાં આવેલો છે?
14. રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડીયાની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી?
15. “લીલોછમ તડકો” નામની નવલકથાના લેખક કોણ છે?
16. ક્યા દિવસને સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ” તરીકે મનાવવામાં આવે છે?
17. ભારતનો સૌથી લાંબો રેલ સહ સડક પૂલ “બોગીબીલ બ્રીજ” કઈ નદી પર બનાવવામાં આવ્યો છે?
18. નરોરા પરમાણુ ઊર્જા સ્ટેશન (NAPS) ક્યા રાજ્યમાં આવેલું છે?
19. તાજેતરમાં સમાચારોમાં રહેલી ‘સેલા ઘાટી સુરંગ’ ક્યા રાજ્યમાં આવેલી છે?
20. તાજેતરમાં કેંદ્ર સરકારે ‘ગ્લાઈફોસેટ’ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, તે ‘ગ્લાઈફોસેટ’ શું છે?
21. ક્યા ગુજરાતી સાહિત્યકાર ‘અભેદમાર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે?
22. પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદીએ ‘ડોની પોલો એરપોર્ટ’નું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કર્યું છે?
23. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સૌપ્રથમવાર ક્યા વર્ષે તૈયાર કરવામાં આવ્યું હતુ?
24. ક્યા દિવસને આંતરરાષ્ટ્રીય બાયોસ્ફીયર રિજર્વ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે?
25. નેશનલ સેન્ટર ફોર સ્પેસ સ્ટડીઝ (French: Centre national d'études spatiales -CNES) ક્યા દેશની અંતરિક્ષ સંસ્થા છે?
26. ‘વિશ્વ બાળ દિવસ’ દર વર્ષે કઈ તારીખના રોજ મનાવવામાં આવે છે?
27. ‘મુદુમલાઈ ટાઈગર’ રિજર્વ ક્યા રાજ્યમાં આવેલું છે?
28. ‘વાંગલા નૃત્ય’ ક્યા રાજ્યના આદિવાસી સમૂદાયનું નૃત્ય છે?
29. વિશ્વની સૌપ્રથમ વૈદિક ઘડિયાળ ક્યા સ્થળે લગાડવામાં આવી છે?
30. તોખૂ ઈમોંગ તહેવાર ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?
31. TRAI (Telecom Regulatory Authority of India)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી?
32. ક્યા દિવસને ‘ગોવા મુક્તિ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે?
33. પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ડિરેક્ટર કોણ છે?
34. બુદ્ધે તેમનો પ્રથમ ધર્મ ઉપદેશ ક્યા સ્થળે આપ્યો હતો?
35. બુદ્ધ દ્વારા આપવામાં આવેલ પ્રથમ ધર્મોપદેશની ઘટના ક્યા નામથી ઓળખાય છે?
36. ‘ફુલકારી’ નામની પ્રસિદ્ધ ભરતગુંથણની કલા ક્યા રાજ્યની છે?
37. પ્રસિદ્ધ ‘લોસર મહોત્સવ’ ક્યા ધર્મ સાથે સંકળાયેલો છે?
38. વિશ્વનો સૌથી મોટો નદી દ્વિપ “માજુલી” કઈ નદી પર આવેલો છે?
39. 9 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવતો પ્રવાસી ભારતીય દિવસ સૌપ્રથમ ક્યા વર્ષે મનાવવામાં આવ્યો હતો?
40. ભારતના ક્યા રાજ્યમાં ‘સમાન નાગરિક સંહિતા” અમલી છે?
41. ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં “નાગરિકો માટે એકસરખો દિવાની કાયદો થાય તે માટે રાજ્ય પ્રયત્ન કરશે” તેમ જણાવવામાં આવ્યું છે?
42. વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું ખારા પાણીનું સરોવર ક્યુ છે?
43. ગલવાન નદી આગળ જતા ભારતની કઈ નદીને મળે છે?
44. ફર્સ્ટ ઈન્ફર્મેશન રીપોર્ટ (FIR)ની જોગવાઈ Code of Criminal Procedure, 1973 (CrPC)ની કઈ કલમમાં કરવામાં આવી છે?
45. ક્યા દિવસને “વીર બાળ દિવસ” તરીકે મનાવવાની ઘોષણા પ્રધાનમંત્રીશ્રીએ કરી છે?
46. 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે કોની યાદમાં મનાવવામાં આવશે?
47. રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
48. “ચેઈરાઓબા મહોત્સવ” ક્યા રાજ્યના આદિવાસી સમુદાય દ્વારા નવા વર્ષના તહેવાર તરીકે મનાવવામાં આવે છે?
49. એશિયાના સૌથી મોટા પશુ મેળા પૈકીનો એક એવો “સોનપુર મેળો” કઈ નદીઓનાં સંગમ પર આયોજિત કરવામાં આવે છે?
50. ‘ચિત્ર વિચિત્ર મેળો’ ગુજરાતમાં ક્યા સ્થળે ભરાય છે?
સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati - આ તમામ પ્રશ્નોને PDFમાં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati - આ તમામ પ્રશ્નોને વિડીયોમાં જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
વર્ગ-3ની પરીક્ષાઓની તૈયારી માટેનું આદર્શ પ્રશ્નપત્ર PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે ક્લીક કરો
Download Model Question Paper in PDF for Class 3 Exam in Gujarati
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 1 થી 10 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 11 થી 20 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 21 થી 30 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો
જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી Unique Education-ગુજરાતી યુટ્યુબ ચેનલ જૂઓ
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400 અહીં ક્લીક કરો
Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500 અહીં ક્લીક કરો
Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati
Download Model Test-1 Class 3 in PDF,Click Here
Download Model Test-2 Class 3 in PDF,Click Here
No comments