Most IMP Posts

બૌદ્ધ ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ - ત્રિપિટક સ્પર્ધાત્મક પરીક્ષાઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ જાણકારી | Tripitaka in Gujarati

બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ – ત્રિપિટક

ગૌતમ બુદ્ધ ચર્ચા અને વાતચીત દ્વારા મૌખિક જ્ઞાન આપતા હતા. પુરૂષો અને મહિલાઓ તેમજ કદાચ બાળકો પણ તેમના પ્રવચનો સંભળવા આવતા હતા, અને તેના પર ચર્ચા કરતા હતા. ગૌતમ બુદ્ધે તેમના ઉપદેશો સર્વ સામાન્ય લોકોની ભાષામાં એટલે કે પાલિ ભાષામાં આપ્યા હતા. બુદ્ધ તે સમયના સૌથી પ્રભાવશાળી શિક્ષકોમાના એક હતા. સેકડો વર્ષો સુધી તેમનો સંદેશ ઉપમહાદ્વિપમાં અને ત્યારબાદ મધ્ય એશિયા થઈને ચીન, કોરિયા અને જાપાન, શ્રીલંકાથી સમુદ્ર પાર થઈને મ્યાનમાર, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સુધી ફેલાયો.

બુદ્ધના કોઈ પણ વક્તવ્યને તેમના જીવનકાળ દરમ્યાન લખવામાં આવ્યું ન હતું. ગૌતમ બુદ્ધને ઈ.સ. પૂર્વે 483માં કુશીનગરમાં મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયું. તેમના મહાપરિનિર્વાણ બાદ તેમના દ્વારા આપવામાં આવેલ શિક્ષણને સંકલિત કરવાની જરૂરીયાત જણાઈ.

બુદ્ધના મૃત્યુ બાદના 500 વર્ષોના સમયગાળા દરમ્યાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલ જ્ઞાન સામગ્રીનો સંગ્રહ કરવા માટે ચાર બૌદ્ધ સંગીતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે પાંચમી કે ચોથી સદી ઈસા પૂર્વે (કદાચ 383 ઈસા પૂર્વે) બુદ્ધના શિષ્યોએ જયેષ્ઠો અથવા વધારે વરિષ્ઠ શ્રમણોની એક સભા વેસલીમાં બોલાવી હતી. બિહારમાં આવેલ વૈશાલીને પાલી ભાષામાં વેસલી કહેવાય છે.

આ બીજી બૌદ્ધ પરિષદ હતી. આ પરિષદના અધ્યક્ષ સબાકામી હતા. આ સંગીતિ રાજા કાલાશોકના સંરક્ષણમાં આયોજીત કરવામાં આવી હતી. આ સંગીતિમાં બુદ્ધની શિક્ષાઓનું સંકલન કરવામાં આવ્યું. જે ત્રિપિટકના નામથી ઓળખાય છે.

ત્રિપિટકનો શાબ્દિક અર્થ ત્રણ પટારાઓ એવો થાય છે. એટલે કે વિભિન્ન પ્રકારના ગ્રંથોને રાખવા માટેની ત્રણ ટોકરી અથવા ત્રણ પેટીઓ. ત્રિપિટકને પાલિ ભાષામાં તિપિટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં આ પિટકોની સંખ્યા ત્રણ હોવાના કારણે તેને ત્રિપિટક કહેવામાં આવે છે.

ત્રિપિટક બૌદ્ધ ધર્મનો પ્રમુખ ગ્રંથ છે. આ ગ્રંથને દરેક બૌદ્ધ સંપ્રદાયો જેવા કે મહાયાન, થેરવાદ, વજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ વગેરે દરેક માને છે.

આ ગ્રંથમાં બૌદ્ધ દ્રારા બુદ્ધત્વ પ્રાપ્ત કરવામાં સમયથી તેમના મહાપરિનિર્વાણ સુધી આપેલા પ્રવચનોનું સંકલન કરવામાં આવ્યું છે. અગાઉ આ સંકલનો મૌખિક રીતે જ પ્રસારિત કરવામાં આવતા હતા. પરંતુ પાછળથી તેને લખીને તેના વિષય અને લંબાઈ મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું.

ત્રિપિટકોને ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યા છે.

  1. વિનયપિટક
  2. સુત્તપિટક
  3. અભિધમ્મ પિટક

1. વિનયપિટક

વિનયપિટકનો વિષય તેમના નામ મુજબ ભીક્ષુઓને પાળવા માટેના સદાચારના નિયમો અંગેનો છે. વિનયપિટકમાં ભિક્ષુઓએ કેવી રીતે વર્તવું એ વિષે બુદ્ધે બનાવેલા નિયમો, તે બનાવવા માટેના કારણો, વખતોવખત તેમા કરેલા ફેરફાર અને તેના પર લખાયેલ ટીકાઓ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિનયપિટકમાં સંઘ અથવા બૌદ્ધ મઠોમાં રહેનારા લોકો માટેના નિયમોનો સંગ્રહ છે.

2. સુત્તપિટક

સુત્તપિટક તેમના વિષય, વિસ્તાર અને રચનાની દ્રષ્ટિએ ત્રિપિટકનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ પિટકમાં એવા સુત્તોનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે જે પરંપરાનુસાર બુદ્ધ દ્વારા કહેવાયેલા છે અથવા તેમના પ્રત્યક્ષ શિષ્ય દ્વારા ઉપદિષ્ટ છે. જેને સ્વયં બુદ્ધે માન્યતા આપેલ છે. સુત્તપિટકમાં નૈતિકતા અને ધર્મને સંબંધિત બુદ્ધના સંવાદો અને ભાષણો સામેલ છે.

3. અભિધમ્મ પિટક

અભિધમ્મ પિટકમાં દર્શન અને તત્વમીમાંસા સાથે જોડાયેલ વિષયોનું સંકલન કરવામાં આવેલ છે. આ પિટકમાં નૈતિકતા, જ્ઞાન અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતો જેવા વિવિધ વિષયો પરના વિચાર-વિમર્શનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પિટકમાં બુદ્ધના દર્શનાત્મક વિચારોનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમજ તાત્વિક દ્રષ્ટિથી સૂચિઓ અને પરિભાષાઓ આપવામાં આવી છે.

દરેક પિટકમાં ઘણા ગંથો હતા. ત્રિપિટકોમાં સમાવિષ્ટ ગ્રંથો નીચે મુજબ છે.

1. વિનયપિટકમાં સમાવિષ્ટ ગ્રંથો

  • સુત્તવિભંગ (પારાજિક, પાચિત્તિય)
  • ખન્ધક (મહાવગ્ગ, ચુલ્લવગ્ગ)
  • પરિવાર
  • પાતિમોક્ખ

2. સુત્તપિટકમાં સમાવિષ્ટ ગ્રંથો

  • દીધનિકાય
  • મજ્ઝિમનિકાય
  • સંયુત્તનિકાય
  • અંગુત્તરનિકાય
  • ખુદ્દકનિકાય
  • ખુદ્દક પાઠ
  • ધમ્મપદ
  • ઉદાન
  • ઇતિવુત્તક
  • સુત્તનિપાત
  • વિમાનવત્થુ
  • પેતવત્થુ
  • થેરગાથા
  • થેરીગાથા
  • જાતક
  • નિદ્દેસ
  • પટિસભિદામગ્ગ
  • અપદાન
  • બુદ્ધવંસ
  • ચરિયાપિટક

3. અભિધમ્મ પિટકમાં સમાવિષ્ટ ગ્રંથો

  • ધમ્મ સંગણિ
  • વિભંગ
  • ધાતુકથા
  • પુગ્ગલપંજતિ
  • કથાવત્થુ
  • યમક
  • પટ્ઠાન

ત્રિપિટકોનું ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ

બૌદ્ધ ત્રિપિટક અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ત્રિપિટકમાં બુદ્ધકાલિન ભારતની રાજનીતિ, અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, શિલ્પકલા, સંગીત, વસ્ત્ર-આભૂષણ, વેષ-ભૂષા, રીત-રિવાજો, ઈતિહાસ, ભૂગોળ વ્યાપાર વગેરે અનેક વિષયો સંબંધિત વિસ્તૃત માહિતી મળી આવે છે.




બૌદ્ધ ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ - ત્રિપિટક સ્પર્ધાત્મક પરીક્ષાઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ જાણકારી | Tripitaka in Gujarati - આ પોસ્ટ PDFમાં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati - પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

સામાન્ય જ્ઞાન - અતિ મહત્વના 50 પ્રશ્નો Latest General Knowledge 2023 - Most IMP 50 Model Questions in Gujarati - આ તમામ પ્રશ્નોને વિડીયોમાં જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

વર્ગ-3ની પરીક્ષાઓની તૈયારી માટેનું આદર્શ પ્રશ્નપત્ર PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે ક્લીક કરો
Download Model Question Paper in PDF for Class 3 Exam in Gujarati

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 1 થી 10 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 11 થી 20 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 21 થી 30 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો


જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી Unique Education-ગુજરાતી યુટ્યુબ ચેનલ જૂઓ

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500 અહીં ક્લીક કરો

Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati

Download Model Test-1 Class 3 in PDF,Click Here

Download Model Test-2 Class 3 in PDF,Click Here

No comments