Most IMP Posts

ભારતની ભૂગોળ, અતિ મહત્વના 500 પ્રશ્નો | Indian Geography Most IMP Questions in Gujarati for Competitive Exams Part-1 Q 1 to 50

ભારતની ભૂગોળ, અતિ મહત્વના 500 પ્રશ્નો
Indian Geography Most IMP Questions in Gujarati

દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં અતિ ઉપયોગી 500 પ્રશ્નોનો સંગ્રહ (ભાગ:-1, પ્રશ્ન 1 થી 50)

નમસ્કાર મીત્રો, ગુજરાત સરકાર દ્રારા વિવિધ વિભાગોમાં ભરતી કરવા માટે યોજાતી વર્ગ-3ની પરીક્ષાઓ માટે ભારતની ભૂગોળ વિષયના આદર્શ પ્રશ્નો અહીં મુકવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થી મીત્રોને માર્ગદર્શક બની શકે તેમ છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂંછાતા પ્રશ્નોની પેટર્ન અને લેવલ બદલાયા છે. આથી દરેક વિષયોની ઊંડાણપૂર્વક તૈયારી કરવી પણ ખુબ જરૂરી છે. અહિં આપવામાં આવેલ તમામ પ્રશ્નો સામાન્ય જ્ઞાનમાં વધારો કરે છે તેમજ સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મીત્રોને મદદરૂપ થઈ શકે તેવા છે. અમે આશા રાખીએ છીએ કે આ તમામ પ્રશ્નો આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે.


1. ભારતની સમુદ્રી સીમા (Maritime Border)સાથે કુલ કેટલા દેશોની સમુદ્રી સીમા જોડાયેલી છે?


2. ભારતની જળ સીમા અને સ્થળ સીમા બન્ને સાથે જોડાયેલા હોય તેવા દેશો કેટલા છે?


3. ભારતનું સૌથી દક્ષિણમાં આવેલું સ્થળ ક્યું છે?


4. ભારત અને ચીનને જોડતી સરહદનું નામ શું છે?


5. ભારત અને પાકિસ્તાનને જોડતી સરહદ રેખા ક્યા નામથી ઓળખાય છે?


6. કર્ક રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?


7. ભારતમાં ગુજરાત રાજ્ય બાદ ક્યું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે?


8. ભારતમાં કુલ કેટલા રજ્યો દરિયા કિનારો ધરાવે છે?


9. જોજીલા ઘાટનું નિર્માણ કઈ નદી દ્વારા થાય છે?


10. ટિહરી બાંધ પરિયોજના કઈ નદી પર આકાર પામી છે?


11. પીલીભીત ટાઈગર રીઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે?


12. ભારતના પ્રિમીયમ કપાસને શું બ્રાંડ નામ આપવામાં આવ્યું છે?


13. અરાવલી પહાડીઓનું સૌથી ઊંચું શીખર ક્યું છે?


14. કઈ પર્વતમાળા ઉત્તર ભારતને દક્ષિણ ભારતથી અલગ કરે છે?


15. સાતપુડાની પર્વતમાળાનું સૌથી સૌથી ઊંચું શીખર ક્યું છે?


16. મુંબઈ અને નાસિક વચ્ચેનો સંપર્ક માર્ગ ક્યો ઘાટ છે?


17. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી ઊંચુ શિખર ક્યું છે?


18. દુલહસ્તી પરિયોજના કઈ નદી પર બનાવવામાં આવી છે?


19. ધારવાડનો ઉચ્ચ પ્રદેશ (Plateau) ક્યા રાજ્યમાં આવેલો છે?


20. નીલગીરીની પહાડીઓનું સૌથી ઊંચું શીખર ક્યું છે?


21. ભારત દેશનો સૌપ્રથમ “મોસ(શેવાળ) ગાર્ડન” ક્યા રાજ્યમાં બન્યો છે?


22. નાથુલા ઘાટ ક્યા રાજ્યમાં આવેલો છે?


23. ભારત તેના ક્યા પાડોશી દેશ સાથે સૌથી વધારે જમીન સરહદ ધરાવે છે?


24. ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે?


25. ભારતનું ક્યું રાજ્ય તેની ત્રણેય બાજુએથી બાંગાદેશ સાથેની સરહદથી ઘેરાયેલું છે?


26. બાંગ્લાદેશ ભારતના ક્યા રાજ્ય સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે?


27. આંદામાન અને નિકોબાર દ્વિપ સમુહમાં આવેલ રોસ દ્વીપનું નવું નામ શું રાખવામાં આવ્યું છે?


28. મેકમોહન રેખા ચીન અને ભારતના ક્યા રાજ્ય વચ્ચે આવેલી છે?


29. ચીન, નેપાળ અને ભુટાન આ ત્રણેય દેશો સાથે સરહદ ધરાવતું ભારતનું રાજ્ય ક્યું છે?


30. પ્રખ્યાત હિમનદી સિયાચીન (Siachen Glacier) હિમાલયની કઈ પર્વત શ્રેણીમાં આવેલી છે?


31. સરદાર પટેલની પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્યા દ્વીપ પર બનાવવામાં આવી છે?


32. લધુ હિમાલયનાં ઢાળો પર જોવા મળતા નાના નાના ઘાંસના મેદાનો કાશ્મીરમાં ક્યા નામથી ઓળખાય છે?


33. કૃષ્ણા નદી ક્યા પર્વત શીખરમાંથી નીકળે છે?


34. અન્નામલાઈની પહાડીઓનું સૌથી ઊંચું શીખર ક્યું છે?


35. કોડાઈકેનાલ કઈ પહાડીઓમાં આવેલું છે?


36. દક્ષિણ એશિયાનો એક માત્ર સક્રિય જ્વાળામુખી (Active Volcano) બેરન દ્વીપ ક્યા આવેલો છે?


37. આંદામાન નિકોબાર દ્વિપ સમુહમાં ક્યો સુષુપ્ત જ્વાળામુખી (Dormant Volcano) આવેલો છે?


38. આંદામાન દ્વિપનું સર્વોચ્ચ શિખર ક્યું છે?


39. ભારતના પૂર્વી સમુદ્રી કિનારા પર આવેલો કન્યાકુમારીથી કૃષ્ણા ડેલ્ટા કિનારો ક્યા નામથી ઓળખાય છે?


40. પારાદ્વિપ બંદર ક્યા રાજ્યમાં આવેલું છે?


41. મેંગલોરથી કન્યાકુમારી સુધીનો સમુદ્ર કિનારો ક્યા નામથી ઓળખાય છે?


42. “ભારતીય વન્ય જીવ સંસ્થાન” (Wildlife Institute of India) ક્યા શહેરમાં આવેલી છે?


43. ન્હાવાશોવા બંદર ક્યા રાજ્યમાં આવેલું છે?


44. કેન્દ્રશાસિત પ્રદેશોનું સૌથી મોટું બંદર પોર્ટ બ્લેયર ક્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે?


45. કેન્દ્રાશાસિત પ્રદેશ લક્ષદ્વિપ સમુહ ક્યા સાગરમાં આવેલો છે?


46. લક્ષદ્વિપ સમુહમાં આવેલા દ્વિપો પૈકી ક્યો દ્વિપ સૌથી મોટો દ્વિપ છે?


47. નાથપા ઝાકરી પરિયોજના કઈ નદી પર નિર્માણ પામી છે?


48. સતલજ નદીનું ઉદગમ સ્થળ ક્યું છે?


49. ભાખરા ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે?


50. કઈ નદી જબલપુરમાં ભેડાઘાટની નજીક આવેલ ધૂંઆધાર ધોધનું નિર્માણ કરે છે?


વર્ગ-3ની પરીક્ષાઓની તૈયારી માટેનું આ આદર્શ પ્રશ્નપત્ર PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે ક્લીક કરો
Download Modal Question Paper in PDF for Class 3 Exam in Gujarati

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 1 થી 10 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 11 થી 20 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો

સામાન્ય વિજ્ઞાનના અતિ મહત્વનાં 10 પ્રશ્નો પ્રશ્ન 21 થી 30 (General Science Most IMP Questions in Gujarati)ની પોસ્ટ વાંચવા માટે અહિં ક્લિક કરો


જનરલ નોલેજના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લીક કરી Unique Education-ગુજરાતી યુટ્યુબ ચેનલ જૂઓ

સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકાના 500 પ્રશ્નો PDFમાં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-1 Question 1 to 100 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-2 Question 101 to 200 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-3 Question 201 to 300 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-4 Question 301 to 400 અહીં ક્લીક કરો

Download સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા Part-5 Question 401 to 500 અહીં ક્લીક કરો

Download Model Test for Class 3 Examination - Clerk, Police Constable, Talati

Download Model Test-1 Class 3 in PDF,Click Here

Download Model Test-2 Class 3 in PDF,Click Here

No comments